સુપ્રીમ કોર્ટ તથા તમામ હાઇકોર્ટના લેટેસ્ટ રેર ઓફ ધ રેર ચુકાદાઓ આવરી લેતી અમારી આ વેબસાઈટ અંગ્રેજી તથા ગુજરાતીમાં આપની સમક્ષ રજુ કરતા ખુબજ આનંદ અનુભવું છું.
વેબસાઈટ તૈયાર કરવા મારા ૨૨ વર્ષની વકીલાતનો અનુભવ કામે લાગ્યો છે. લો – અંગે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે, પરંતુ તે દરેક લગભગ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે જે આપણા સીનીયરને વધુ ઉપયોગી થાય છે પરંતુ મારા આ પ્રયાસના કેન્દ્રમાં મારા જુનિયર વકીલ મિત્રો છે...
લો ની સાથે સાથે સમાજના એવા વર્ગને પણ મેં ધ્યાનમાં લેવા પ્રયત્ન કર્યો છે જેમને સામાન્ય જિંદગી જીવવામાં ક્યારેક કોઈ કાયદાકીય સલાહની જરૂર પડે તો તેઓ અમને એક સહજ રીતે પ્રશ્ન મોકલી તેનો કાયદાકીય ઉકેલ લાવી શકે છે.
આ મારો સર્વ પ્રથમ પ્રયાસ છે, આશા છે – મારા જેવા જુનીયર વકીલ મિત્રોને ચોક્કસ ઉપયોગી થશે.