મારા સ્નેહી ,
જુનિયર વકીલ મિત્રો
સુપ્રીમ કોર્ટ તથા તમામ હાઇકોર્ટના લેટેસ્ટ રેર ઓફ ધ રેર ચુકાદાઓ આવરી લેતી અમારી આ વેબસાઈટ અંગ્રેજી તથા ગુજરાતીમાં આપની સમક્ષ રજુ કરતા ખુબજ આનંદ અનુભવું છું.
વેબસાઈટ તૈયાર કરવા મારા ૨૨ વર્ષની વકીલાતનો અનુભવ કામે લાગ્યો છે. લો – અંગે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે , પરંતુ તે દરેક લગભગ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે જે આપણા સીનીયરને વધુ ઉપયોગી થાય છે પરંતુ મારા આ પ્રયાસના કેન્દ્રમાં મારા જુનિયર વકીલ મિત્રો જેમની શરૂઆત છે અને વકીલાતમાં પ્રથમ પગલું ભરી રહ્યા હોય ત્યારે પડતી મુશ્કેલી , બિન અનુભવ અને મક્કમ મનોબળ છે તેઓને એક કદમ આગળ લઈ આવવા માટે મારો આ સામાન્ય પ્રયાસ છે.
લો ની સાથે સાથે સમાજના એવા વર્ગને પણ મેં ધ્યાનમાં લેવા પ્રયત્ન કર્યો છે જેમને સામાન્ય જિંદગી જીવવામાં ક્યારેક કોઈ કાયદાકીય સલાહની જરૂર પડે તો તેઓ અમને એક સહજ રીતે પ્રશ્ન મોકલી તેનો કાયદાકીય ઉકેલ લાવવા સલાહ આપવા પણ હું પ્રયત્નશીલ છું. કોઈને અચાનક જ કોઈ સમય માટે કાયદાકીય બાબત બની , અનાયાસેજ કોઈ પોલીસ કનડગત ઉભી થઈ અથવા કોઈ મુંજવણ છે અને હવે શું કરવું ? તેઓ તુરત અમને પ્રશ્ન મોકલી મદદ લઈ શકશે , હું પ્રયત્ન કરીશ કે આપને મદદ કરી શકું
આ મારો સર્વ પ્રથમ પ્રયાસ છે , આશા છે – મારા જેવા જુનીયર વકીલ મિત્રોને ચોક્કસ ઉપયોગી થશે
- આપનો જુનીયર લો બ્રધર
- આર.કે.પટેલ ( એડવોકેટ )